જાગતા બાગતા રે’જો

jagata bagta re’jo

જાગતા બાગતા રે’જો

જાગતા બાગતા રે’જો નીતો મૂછો કાપી જશે.

ખાટલા બાટલા વેચ મને ભમેડી લઈ આપ.

છોકરાં છૈયાં વેચ મને ભમેડી લઈ આપ.

તારા ઘરના દાંડા વેચ મને ભમેડી લઈ આપ.

મને લાગી લે ભાન

મને લાગી લે ભાન

મને ઓરી રે સોહેલી!

મને લાગી લે ભાન

મને લાગી લે ભાન

મને વોરી દે ચૂંદેડી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957