મારા બાબલક મૈં એક લાડડી રે

mara bablak main ek laDDi re

મારા બાબલક મૈં એક લાડડી રે

મારા બાબલક મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક ખૂબી ન્હોલે રાહ;

કૂવે પર બેકલી રે.

ઘોડા વાલા ઢાંવડાં રે મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક ઘોડા ઢાંબ;

કૂવે પર બેકલી રે.

બંદૂક વાલા ઢાંવડાં રે મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક બંદૂક ઢાંબ;

કૂવે પર બેકલી રે.

તરવારા વાલા ઢાંવડાં રે મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક તલવાર ઢાંબ;

કૂવે પર બેકલી રે.

ખભાલા વાલા ઢાંવડાં રે મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક ખભાલા ઢાંવ;

કૂવે પર બેકલી રે.

ગાડાવાલા ઢાંવડાં રે મૈં એક લાડડી રે,

ભવરસાં મારે ઘડીયક ગાંડા ઢાંબ;

કૂવે પર બેકલી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966