મારે માંડવે રે હીરના દોર

mare manDwe re hirna dor

મારે માંડવે રે હીરના દોર

મારે માંડવે રે હીરના દોર, શીરના દોર

ઘૂઘરિયાળાં ગોદડાં.

મારે માંડવે રે અમરસંગ ચોર

ગોદડાં ચોરી ગયા.

મારાં બે’નીબા રે ઊંધું લઈ બુધું લઈ ફરી વળ્યાં.

મારીશ મારી સકર્ણી નાર

ચારીશ રે તારા બાપનાં ઢોર

હવે નહિ ચોરું ગોદડાં.

ઉડાડીશ રે લીલી વાડીના મોર

હવે નહિ ચોરું ગોદડાં.

મારે માંડવે રે હીરના દોર, શીરના દોર

ઘૂઘરિયાળાં ગોદડાં..............

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959