ઓ મારા! રંગીલા લાલ!

o mara! rangila lal!

ઓ મારા! રંગીલા લાલ!

ઓ મારા! રંગીલા લાલ! તું તો મને ગમતો જ નથી.

તું તો મારે ઓઢણી લાઈવો જ નથી.

ઓ મારા રંગીલા લાલ!

તું તો મને ગમતો જ નથી.

કાંઠલી પેર્યાની ઘણી હોંશ રે મારુજી,

તું તો મારે કાંડલી લાઈવો જ નથી.

ઓ મારા રંગીલા લાલ!

તું તો મને ગમતો જ નથી.

નખલી પેર્યાની ઘણી હોંશ રે મારુજી,

તું તો મારે નખલી લાઈવો જ નથી.

ઓ મારા રંગીલા લાલ!

તું તો મને ગમતો જ નથી.

ચૂંદડી પેર્યાની ઘણી હોંશ રે મારુજી,

તું તો મારે ચૂંદડી લાઈવો જ નથી.

ઓ મારા રંગીલા લાલ!

તું તો મને ગમતો જ નથી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957