રામદેવના વેશમાંથી
ramdewna weshmanthi
પહેલો પહોર મારે દિવસનો
પિયુ મારા મૃગયા ન જાઓ,
આંગણ ખોદાવું કુવેલડો
પછે હું નાખું નેણાય.
બીજો પહોર મારે દિવસનો
પર વાડીએ રમવા ન જાઓ,
આંગણ વાવું દ્રાક્ષ બિજોરડી
આવી હું વીણું તમે ખાઓ.
ત્રીજો પહોર મારે દિવસનો
પરઘેર રમવા ન જાઓ,
છાની કરું બાજોઠડી ને
સોગટાં, હું પાસા તમે દાવ.
ચોથો પહોર મારે દિવસનો
સુખડિયા હાટ ન જાઓ,
આપું બબ્બે લાડુઆ
તમે બબ્બે હાથે ખાઓ.
પાંચમો પહોર મારે રેનનો
દીવડિયાં ઝાકમઝોળ,
હું છું કાંટાળી રે કેવડી
મારો પિયુ કંકુની રોળ.
છઠ્ઠો તે પહોર મારે રેનનો
વળી મળિયાં ગુંજે ગુંજ,
હું છું આસમાની વીજળી
મારો પિયુ આષાઢો ઘન.
સાતમો તે પહોર મારે રેનનો
હૈડે વરસે નેહ જી,
પિયુ પાંખડિયો હું છોડલી
મારે નેણે વરસે મેહજી.
આઠમો પહોર મારે રેનનો
કૂકડિયાં કરે કલોલ,
હું સમારું મારી મેખલા
મારો પિયો સમારે મોળજી.
pahelo pahor mare diwasno
piyu mara mrigaya na jao,
angan khodawun kuwelDo
pachhe hun nakhun nenay
bijo pahor mare diwasno
par waDiye ramwa na jao,
angan wawun draksh bijorDi
awi hun winun tame khao
trijo pahor mare diwasno
pargher ramwa na jao,
chhani karun bajothDi ne
sogtan, hun pasa tame daw
chotho pahor mare diwasno
sukhaDiya hat na jao,
apun babbe laDua
tame babbe hathe khao
panchmo pahor mare renno
diwaDiyan jhakamjhol,
hun chhun kantali re kewDi
maro piyu kankuni rol
chhaththo te pahor mare renno
wali maliyan gunje gunj,
hun chhun asmani wijli
maro piyu ashaDho ghan
satmo te pahor mare renno
haiDe warse neh ji,
piyu pankhaDiyo hun chhoDli
mare nene warse mehji
athmo pahor mare renno
kukaDiyan kare kalol,
hun samarun mari mekhala
maro piyo samare molji
pahelo pahor mare diwasno
piyu mara mrigaya na jao,
angan khodawun kuwelDo
pachhe hun nakhun nenay
bijo pahor mare diwasno
par waDiye ramwa na jao,
angan wawun draksh bijorDi
awi hun winun tame khao
trijo pahor mare diwasno
pargher ramwa na jao,
chhani karun bajothDi ne
sogtan, hun pasa tame daw
chotho pahor mare diwasno
sukhaDiya hat na jao,
apun babbe laDua
tame babbe hathe khao
panchmo pahor mare renno
diwaDiyan jhakamjhol,
hun chhun kantali re kewDi
maro piyu kankuni rol
chhaththo te pahor mare renno
wali maliyan gunje gunj,
hun chhun asmani wijli
maro piyu ashaDho ghan
satmo te pahor mare renno
haiDe warse neh ji,
piyu pankhaDiyo hun chhoDli
mare nene warse mehji
athmo pahor mare renno
kukaDiyan kare kalol,
hun samarun mari mekhala
maro piyo samare molji
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 324)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા. સુધા રમણલાલ દેસાઇ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957
