રૂપા કેરા થંભ રે

rupa kera thambh re

રૂપા કેરા થંભ રે

રૂપા કેરા થંભ રે વાંસલડી વાગે.

હીર કેરાં સઈઢણ રે વાંસલડી વાગે.

કાચ કેરાં નળિયાં રે વાંસલડી વાગે.

બે સોચોની વાતો રે છૂટા ઢેખાળા.

મા દીકરાની વાતો રે સાકરિયા મેવા.

નણંદ ભોજાઈની વાતો રે વીંછીના ચટકા.

સાસુ વહુની વાતો રે ધીકધીકતા લાળા.

દેરાણી જેઠાણીની વાતો રે પિત્રાઈનાં મેણાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 218)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957