સરોવરની પાળે

sarowarni pale

સરોવરની પાળે

સરોવરની પાળે, નદીને કિનારે બંસી બજાવે

મારાં બાઈ ભાભી બંસી બજાવે

બંસી બજાવે ને ગાયો ચરાવે

મારાં ભાઈ ભાભી ગાયો ચરાવે

ગાયો ચરાવે ને રાસ રમાડે

મારાં ભાઈ ભાભી રાસ રમાડે

સરોવરની પાળે નદીમાં કિનારે વાંસળી વગાડે

મારાં ભાઈ ભાભી વાંસળી વગાડે

વાંસળી વગાડે ને ભેંસો ચરાવે

મારાં ભાઈ ભાભી ભેંસો ચરાવે

ભેંસો ચરાવે ને લેઝીમ રમાડે

મારાં ભાઈ ભાભી લેઝીમ રમાડે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959