સાસરે જાય ત્યારે

sasre jay tyare

સાસરે જાય ત્યારે

ઓટલી પોટલી બાંધ લાડી ચાલ વેલોળી

માની માયા છોડ લાડી ચાલ વેલોળી

સાસુની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.

બાપુની માયા મેલ લાડી ચાલ વેલોળી

સસરાની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.

ભાઈની માયા છોડ લાડી ચાલ વેલોળી

દિયેરની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959