સેવા કરૂં
sewa karun
મેં તો ધરતી ધારણ ધૂપ મગાવ્યા,
હું તો કુપુરેથી આરતી ઊતારૂં રે, શિવજી!
સેવા કરૂં, ને તમે સનમુખ થાવ.
મેં તો વેદ ભણીને ગંગાજળ મંગાવ્યાં,
હું તો હરખેથી ધારા કરાવું રે, શિવજી!
સેવા કરૂં, ને તમે સનમુખ થાવ.
મેં તો ખાંતેથી મીઠા મેવા મંગાવ્યા,
હું તો હરખેંથી થાળ ધરાવું રે, શિવજી!
સેવા કરૂં, ને તમે સનમુખ થાવ.
મેં તો બીલી ઝાડનાં પાન મંગાવ્યાં,
હું તો હરખેથી પત્ર ચડાવું રે, શિવજી!
સેવા કરૂં, ને તમે સનમુખ થાવ.
મેં તો ગવરી ગાયનાં દૂધ મંગાવ્યાં,
હું તો હરખેથી અભિષેક કરાવું રે, શિવજી!
mein to dharti dharan dhoop magawya,
hun to kupurethi aarti utarun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to wed bhanine gangajal mangawyan,
hun to harkhethi dhara karawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to khantethi mitha mewa mangawya,
hun to harkhenthi thaal dharawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to bili jhaDnan pan mangawyan,
hun to harkhethi patr chaDawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to gawri gaynan doodh mangawyan,
hun to harkhethi abhishek karawun re, shiwji!
mein to dharti dharan dhoop magawya,
hun to kupurethi aarti utarun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to wed bhanine gangajal mangawyan,
hun to harkhethi dhara karawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to khantethi mitha mewa mangawya,
hun to harkhenthi thaal dharawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to bili jhaDnan pan mangawyan,
hun to harkhethi patr chaDawun re, shiwji!
sewa karun, ne tame sanmukh thaw
mein to gawri gaynan doodh mangawyan,
hun to harkhethi abhishek karawun re, shiwji!
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968
