શઢ ધોતાં - ૧

shaDh dhotan 1

શઢ ધોતાં - ૧

આવતી જા, જતી જા,

તારા માલમને મલતી જા.

હાંસી રે વલ્લામલીલી,

તારા માલમને મલતી જા.

નબી રે સલવાર ને જોરુ, તારા.

માલમ મમ્મદજી કરાણી, તારા.

ઝાંઝાં બંદર પારસીનાં, તારા.

પારસી રે ડાંડે બંધાવ્યાં, તારા.

કલીઆં રે ઊંધા, મરાવ્યા, તારા.

સહિયર રે આવતી ને જાતી, તારા.

એલચી સાથે પાન ખાતી, તારા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957