તેડા
teDa
રાઠોડ જયમલને મીરાં એક દીકરી રે,
મીરાંબાઈનું સગપણ રાણાની સાથ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
મીરાંબાઈને રાણોજી તેડાં મોકલે રે,
મીરાંબાઈ ઉતારા કરતાં જાવ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે,
ઉતારા નહિ કરીએ અમે રાજમાં રે,
જાય મારે સાધુડાંનો સાથ રે
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
રાઠોડ જયમલને મીરાં એક દીકરી રે,
મીરાંબાઈનું સગપણ રાણાની સાથ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
મીરાંબાઈને રાણોજી તેડાં મોકલે રે,
મીરાંબાઈ દાતણ કરતાં જાવ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે,
દાતણ નહિ કરીએ અમે રાજમાં રે,
જાય મારે સાધુડાંનો સાથ રે
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
રાઠોડ જયમલને મીરાં એક દીકરી રે,
મીરાંબાઈનું સગપણ રાણાની સાથ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
મીરાંબાઈને રાણોજી તેડાં મોકલે રે,
મીરાંબાઈ નાવણ કરતાં જાવ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
નાવણ નહિ કરીએ અમે રાજમાં રે,
જાય મારે સાધુડાંનો સાથ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
રાઠોડ જયમલને મીરાં એક દીકરી રે,
મીરાંબાઈનું સગપણ રાણીની સાથ રે;
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
મીરાંબાઈને રાણોજી તેડાં મોકલે રે,
મીરાંબાઈ ભોજન કરતાં જાવ રે
મીરાંબાઈ જયમલ રાઠોડની દીકરી રે.
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai utara kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re,
utara nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai datan kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re,
datan nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai nawan kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re
nawan nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re;
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranini sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai bhojan kartan jaw re
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai utara kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re,
utara nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai datan kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re,
datan nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranani sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai nawan kartan jaw re;
mirambai jaymal rathoDni dikri re
nawan nahi kariye ame rajman re,
jay mare sadhuDanno sath re;
mirambai jaymal rathoDni dikri re
rathoD jayamalne miran ek dikri re,
mirambainun sagpan ranini sath re;
mirambai jaymal rathoDni dikri re
mirambaine ranoji teDan mokle re,
mirambai bhojan kartan jaw re
mirambai jaymal rathoDni dikri re
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968
