ચાલ, ફરીએ!

chaal phariiye

નિરંજન ભગત નિરંજન ભગત
ચાલ, ફરીએ!
નિરંજન ભગત

ચાલ, ફરીએ!

માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!

બ્હારની ખુલ્લી હવા

આવે અહીં, ક્યાં લૈ જવા?

જ્યાં પથ નવા, પંથી નવા;

સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

એકલા રહેવું પડી?

સૃષ્ટિ છે ના સાંકડી!

એમાં મળી જો બે ઘડી

ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!

ચાલ, ફરીએ!

સ્રોત

  • પુસ્તક : બૃહદ છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 263)