હું ચાહું છું

hun chahun chhun

સુન્દરમ્ સુન્દરમ્
હું ચાહું છું
સુન્દરમ્

હું ચાહું છું. સુન્દર ચીજ સૃષ્ટિની,

ને જે અસુન્દર રહી તેહ સર્વને

મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939