અધિષ્ટાન વિષે અધ્યસ્ત જગત

adhishthaan vishe adhyast jagat

પ્રેમદાસ પ્રેમદાસ
અધિષ્ટાન વિષે અધ્યસ્ત જગત
પ્રેમદાસ

અધિષ્ટાન વિષે અધ્યસ્ત જગત, અધિષ્ટાન વિષે અધ્યસ્ત રે,

જેમ ગગનમાં ભાસે નીલતા, જગત એવી છે વસ્ત રે... અધિષ્ટાન૦

રવિ પ્રકાશે તમ જેમ નાસે, તેમ જ્ઞાને અજ્ઞાનનો અસ્ત રે,

એમ અધિષ્ટાને જગત નવ ભાસે, વસ્તુ નાવે દૃષ્ટ રે... અધિષ્ટાન૦

અજ્ઞાન લેશ રહેશે કર્મસંજોગે, જો હોય ભોગ અદૃષ્ટ રે,

ભોગ જોગથી ભાસે વર્તે, નવ માને પણ સ્વસ્થ રે... અધિષ્ટાન૦

નિજાનંદ રૂપની દૃષ્ટિ કરીને, કલ્પિત પેખે સમસ્ત રે,

‘પ્રેમ’ સ્વરૂપે બ્રહ્મ અખંડ તું, સ્વચ્છંદ સદા અલમસ્ત રે... અધિષ્ટાન૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
  • વર્ષ : 1909