બેમાં સુંદર કોને કહીએ?

be ma sundar kone kahiae?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
બેમાં સુંદર કોને કહીએ?
નરસિંહ મહેતા

કેસર-ભીના કાનજી, કસુંબે ભીની નાર,

લોચન ભીનાં ભાવશું, ઊભાં નંદદ્વાર.

બેમાં સુંદર કોને કહીએ વનિતા ને બ્રીજનાથ,

પરખી પરખી ધરો તમને માણેકડાં બેહુ હાથ.

વેગે કુંજે પધારિયા તો લચકે થઈ ઝગઝોળ,

નરસૈંયાચો સ્વામી ભલે મળિયો રંગતણા બહુ રોળ.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941