ભાગ્ય કળિયુગ તું

bhagya kaliyug tun

સંત દેવીદાસ સંત દેવીદાસ
ભાગ્ય કળિયુગ તું
સંત દેવીદાસ

ભાગ્ય કળિયુગ! તું ભાગી જાને, સંત દેવીદાસ તુંને મારશે,

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મોટા મહિપતિ આવશે... ભાગ્ય૦

દીનબંધુ દીનાનાથ આવીને, ખોળી ખોળીને મારશે,

ત્રાંબા-પિત્તળની ઘાણીએ ઘાલી, લેાઢાંની લાઠું મારશે... ભાગ્ય૦

તારી નાડીનાં તેલ કાઢીને, મશાલું બાવા જલાવશે,

ડુંગર ઉપર દેરડી ત્યાં, ઘેરા ઘેરા શંખ વગાડશે... ભાગ્ય૦

નકળંગીના પાટ આગળ, અનહદ વાજાં વાગશે,

ગુરુ પ્રતાપે ગાય 'દેવીદાસ' સત્યુગ પોરો આવશે... ભાગ્ય૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989