ભજન ભરોંસે, અવિનાશી

Bhajan Bharose, Avinashi

મીરાંબાઈ મીરાંબાઈ
ભજન ભરોંસે, અવિનાશી
મીરાંબાઈ

ભજન ભરોંસે, અવિનાશી, મેં તો ભજન ભરોંસે, અવિનાશી!

જપતપ તીરથ કાંઈયે જાણું, ફરત મેં ઉદાસી રે.

મંત્ર ને તંત્ર કાંઈયે જાણું, વેદ પઢ્યો ગઈ કાશી રે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલની દાસી રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011