ભક્તિના ભેદ છે ઝાઝા

bhaktinaa bhed jhaajhaa

નિરાંત નિરાંત
ભક્તિના ભેદ છે ઝાઝા
નિરાંત

ભક્તિના ભેદ છે ઝાઝા

વીરા મારા! ભક્તિના ભેદ છે ઝાઝા.

સાર છોડી આઘા ખસીએ, રાખીએ સારની માઝા,

મૂળ ધર્મનો મારગ મૂકી, ખસીએ તોય થાય અકાઝા,

વીરા મારા...

આલોક માંહી સર્વનો ઉપરી આપ કા રાજા,

શરમ ધરમ શાની રે રાખો? તજો સરવે લાજા.

વીરા મારા...

હાડ વીંધે 'ને હાડબંધ લગાવે, કપડાં પ્હેરે ભગવાં જી,

તોય અરથ રહ્યો અધૂરો, ગર્વ ભરેલા ભગવાં જી.

વીરા મારા...

તુરિયા પાર વસે મારો વાલો, તને ગમે ત્યાં જાના જી,

માથાકૂટમાં ગયો જન્મારો, હરિ મળવાના નિશાના જી.

વીરા મારા...

મુક્તિને માટે જુગતી બનાઈ, ખોલ દિયા દરવાજા જી,

'નિરાંત' નામની કૂંચી દીધી, સદ્‌ગુરુ ગરીબ નવાજા જી.

વીરા મારા...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009