બોલે ઝીણા મોર, રાધે!

Bol Zina Mor, Radhe!

મીરાંબાઈ મીરાંબાઈ
બોલે ઝીણા મોર, રાધે!
મીરાંબાઈ

બોલે ઝીણા મોર, રાધે! તારા

ડુંગરિયા પર બોલે ઝીણા મોર. રાધે...

મોર હી બોલે બપૈયા હી બોલે,

કોયલ કરે કલશોર. રાધે...

કાલી બદરિયામેં બિજલી ચમકે,

મેઘ હુવા ઘનઘોર. રાધે...

ઝરમર ઝરમર મેહુલો બરસે,

ભીંજે મારા સાલુડાની કોર. રાધે...

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

પ્રભુ મારા ચિત્તડાનો ચોર. રાધે...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011