જમનું ધીંગાણું

jam nu dhinganu

મીરાંબાઈ મીરાંબાઈ
જમનું ધીંગાણું
મીરાંબાઈ

મંદરિયામાં દીવડા વિનાનું અંધારું.

ખળભળ્યાં દેવળ, ઊભી રહી થાંભલી,

ત્રાટું નહિ ઝાલે એના ભાર રે. મંદરિયામાં...

હાથમાં વાટકડી ઘરોઘર ઘૂમતી,

કોઈ ને આલો ઓધારું રે. મંદરિયામાં...

ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,

જમડા કરે છે ધીંગાણું રે. મંદરિયામાં...

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

આવતા જમડાને પાછો વાળો રે. મંદરિયામાં...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941