જિંદગી જાય છે ચાલી રે

jindgi jaay chhe chaalii re

ભાણદાસ ભાણદાસ
જિંદગી જાય છે ચાલી રે
ભાણદાસ

જિંદગી જાય છે ચાલી રે,

શાને તું રિયો જીવ મેહમાં મેલી.

કપટ કરીને કમાવા લાગ્યો, વસ્તુ કરી છે વા'લી,

તેરી મેરીમાં જનમ ગુમાવ્યેા, બેઠો ઘેરો ઘાલી... શાને૦

પરમાર્થનું પૂછતો નથી ને પાપની ભરતો પાલી,

જીવને જ્યારે જકડી ચાલ્યા, મુઠિયા વાળી ખાલી... શાને૦

હરિ સાથે હેત ના રાખ્યું, પછી હંસો ગયો હાલી,

વારે વારે મન શું સમજાવું, ઠકરાઈ મેલી દે ઠાલી....શાને૦

કહે ‘ભાણજી’ અરે મૂરખ છેાડી દે, સઘળી દુનિયાની દલાલી,

જિંદગી જાય છે ચાલી રે, શાને તું રિયો જીવ મોહમાં મેલી... શાને૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989