જોગણ બની બની જાવું રે

jogan banii banii jaavun re

પંખીબાઈ પંખીબાઈ
જોગણ બની બની જાવું રે
પંખીબાઈ

ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે,

મારે જોગણ બની બની જાવું રે

મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે... મારે૦

નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મ મેં ધૂન મચાવું,

બંકનાળ ત્રવેણી તરી જાવું, સુષમણમાં સેજ બિછાવું... મારે૦

શૂન શિખર મેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું,

ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં રે સમાવું... મારે૦

અલોપ રૂપથી રૂપ ન્યારું, રૂપ મેં જ્યોત જગાવું,

જ્યોતિ પ્રકાશે હીરા વીણી, જુગ જુગ અમર થાવું... મારે૦

આકાર નિરાકારી વાસા ત્યાગી, અનામી બની જાવું,

ભાવદાસ દાસી સતી 'પંખી' ગાવે, અલોપ પુરુષમાં જાવું.. મારે૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989