કાયા રાણીમાં આંબો ખીલ્યો

kaayaa raaniimaan aambo khiilyo

પંખીબાઈ પંખીબાઈ
કાયા રાણીમાં આંબો ખીલ્યો
પંખીબાઈ

કાયા રાણીમાં આંબો ખીલ્યો, કલંગી માણારાજ રે,

પ્રેમ-આંબો ગુરુએ કાયામાં વાવ્યો, કલંગી માણારાજ... કાયા૦

રે આંબાનાં મૂળ પિયાળ મેલી રે, કલંગી માણારાજ રે,

ડાળું ચોપાસ દરશાય રે એની, કલંગી માણારાજ... કાયા૦

રે આંબાનો રખવાળો ચતુર સુજાણ રે,

શૂરા હશે તે આંબો વેડશે રે, કલંગી માણારાજ... કાયા૦

કાચાં રે ભડદાં કામ નહિ આવે, કલંગી માણારાજ,

તેનો ફાલફૂલ કરમાશે રે, કલંગી માણારાજ... કાયા૦

શૂરા પૂરા હશે તે આંબો વેડશે, કલંગી માણારાજ,

કાયર હશે તે પડશે પાછા રે, કલંગી માણારાજ... કાયા૦

સતી રે ‘પંખી’ની વિનંતી રે, કલંગી માણારાજ,

અમર આંબો કોકને ભાવશે રે, કલંગી માણારાજ... કાયા૦

સ્રોત

  • પુસ્તક : અસલ મોટી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : કે. આર. શાહ
  • પ્રકાશક : સાગર પબ્લિકેશન