કાનુડે વનમાં લૂંટી

Kanude Van ma Lunti

મીરાંબાઈ મીરાંબાઈ
કાનુડે વનમાં લૂંટી
મીરાંબાઈ

કાનુડે વનમાં લૂંટી, સખી! મુને કાનુડે વનમાં લૂંટી.

હાથ ઝાલી મારી બાંહ્ય મરોડી, મોતીની માળા તૂટી.

આગળથી મારો પાલવડો સાહ્યો, મહીની મટૂકી ઝૂંટી.

પાછળ પડે તેનો કેડો મૂકે, નાસી શક્યાં નહીં છૂટી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, કહીએ તો લોક કહે જૂઠી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011