કિન સંગ ખેલું હોલી?

Kin Sang Khelu Holi?

મીરાંબાઈ મીરાંબાઈ
કિન સંગ ખેલું હોલી?
મીરાંબાઈ

કિન સંગ ખેલું હોલી? પ્રિયા તજ ગયે અકેલી.

માણેક મોતી સબ હમ છોડે, ગલેમેં પહેની સેલી. પિયા...

ભોજન-ભવન ભલો નહીં લાગે, ઈન સુમરે ફીરું ઘેલી. પિયા...

બહુ દિન બીતે અજહું આયે, લગ રહી તાલાવેલી. પિયા...

શ્યામ બિના ઝૂરઝૂર જીવ જાયગો, જેસે જલ બિન વેલી. પિયા...

જો પ્રભુ પ્રીત કરી તુમ ઓરસે, હમસે ક્યૂં કરી હેલી. પિયા...

મીરાં કો પ્રભુ દર્શન દિજો, જનમજનમ કી ચેલી. પિયા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011