કોઈ અગાધ જંતર વાગે

koii agaadh jantar vaage

ભવાનીદાસ ભવાનીદાસ
કોઈ અગાધ જંતર વાગે
ભવાનીદાસ

કોઈ અગાધ જંતર વાગે, નર જ્ઞાની હોય તે જાગે

બત્રીસ ગમાકા જંતર બનાયા, નવસેં તાર લગાયા

સોળ શાસ્ત્ર રાણીકે, રાજ રંગત ખૂબ જમાયા

કોઇ અગાધ જંતર વાગે.

દોઉ મિલકર તૂંબા બનાયા, તૂંબા તાર લગાયા

તારમાં નામ પ્રમી, તંત કોઈને પાયા

કોઈ અગાધ જંતર વાગે.

ઈંગલા, પિંગલા, સુષુમણા નાડી, સુખ સેજમાં જાગે

અધરાધર મારા સ્વામી વિરાજે, અનહદ વાજાં વાગે

કોઈ અગાધ જંતર વાગે.

ગગન મંડલ કી કુંજમેં, તરવણી બીચ માંય

જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, સુરતા લાગી ત્યાંય

કોઈ અગાધ જંતર વાગે.

સ્રોત

  • પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : દલપત શ્રીમાળી
  • પ્રકાશક : માહિતીખાતું, ગાંધીનગર
  • વર્ષ : 1970