માછીડા રે હોડી હલકાર

machhiDa re hoDi halkar

શાંતિદાસ શાંતિદાસ
માછીડા રે હોડી હલકાર
શાંતિદાસ

માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું.

તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મૂકાવું ઘુઘરમાળ; મન છે૦

સુનાં બી દઉંગી ને રૂપાં બી દઉંગી, દઉંગી ગલનકો હાર; મન છે૦

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, બિચમે ખડો રે નંદલાલ; મન છે૦

મન કરું મછુંવો ને તન કરું તછુંઓ, જીવ મૂકું રે રખવાળ; મન છે૦

શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર; મન છે૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981