મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ

Mere To Girdhar Gopal, Dusra Na Koi

મીરાંબાઈ મીરાંબાઈ
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ
મીરાંબાઈ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા કોઈ.

દૂસરા કોઈ સાધો, સકલ લોક જોઈ. મેરે...

ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા છોડ્યાં સગાસોઈ,

સાધુ સંગ બૈઠ બૈઠ, લોકલાજ ખોઈ. મેરે...

ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ,

અંસુવન જલ સિંચ સિંચ, પ્રેમબેલી બોઈ. મેરે...

દધિ મથ ઘૃત કાઢ લિયો, ડાર દઈ છોઈ,

રાણા વિષકો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઈ. મેરે...

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઈ,

મીરાં ઐસી લગન લાગી, હોની હોયે સો હોઈ. મેરે...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011