મોરી લાજ તું રખ લે ભૈયા

Mori Laj Tu Rakh Le Bhaiya

મીરાંબાઈ મીરાંબાઈ
મોરી લાજ તું રખ લે ભૈયા
મીરાંબાઈ

મોરી લાજ તું રખ લે ભૈયા, નંદજી કે કુંવર કનૈયા;

પેઠ પાતાલ કાલીનાગ નાથ્યો, ફળ પર નૃત્ય કરૈયા. નંદ...

જમુના કે તીર ધેનુ ચરાવે, મુખ પર મોરલી બજૈયા. નંદ...

મોરમુકુટ પીતાંબર સોહે, કાનકુંડલ ઝલકૈયા. નંદ...

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ લપટૈયા. નંદ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011