મોરલી વાગી

Morli Vagi

મીરાંબાઈ મીરાંબાઈ
મોરલી વાગી
મીરાંબાઈ

મોરલી વાગી.

ભરનિદ્રામાં હું રે સૂતી'તી, ઝબકીને જોવા જાગી.

વૃન્દાવનને મારગ જાતાં સામો મળ્યા સોહાગી.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ લેહ લાગી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011