નાચે નાચે નંદનો નાનડિયો

Nache Nache Nand no Nandiyo

મીરાંબાઈ મીરાંબાઈ
નાચે નાચે નંદનો નાનડિયો
મીરાંબાઈ

નાચે નાચે નંદનો નાનડિયો,

તા થનક થનક તા થઈ.

તાલબંધ તાલ વાગે હાં રે લાલ મોરલી બજાવે લઈ. નાચે...

નારદ નૃત્ય કરતાં આગે, હાં રે નાચે રાધા સખીઓ લઈ. નાચે...

બ્રહ્મા વેદ ભણંતા આગે, હાં રે ત્યાં સૂર્ય સ્તંભી રહ્યો મોહી. નાચે...

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

હાં રે એવી કૃષ્ણજીએ મોરલી બજાઈ. નાચે...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ