પ્રેમની વાત છે ન્યારી

Prem ni Vat Chhe Nyari

મીરાંબાઈ મીરાંબાઈ
પ્રેમની વાત છે ન્યારી
મીરાંબાઈ

પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી, પ્રેમની વાત છે ન્યારી.

પ્રેમની વાતમાં તમે શું જાણો? ને બીજા શું જાણે સંસારી?

પ્રેમની વાતમાં ભૂલ્યા છે ભક્તો, તનમનધન ઓવારી.

તમારો રંગ, ઓધા, રંગ છે પતંગનો, અમારો રંગ છે કરારી.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ બલિહારી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011