સતગુરુ મળિયા સ્હેજમાં

satguru malyaa shejmaan

ભાણસાહેબ ભાણસાહેબ
સતગુરુ મળિયા સ્હેજમાં
ભાણસાહેબ

સતગુરુ મળિયા સ્હેજમાં, જેણે સતનો શબદ સુનાયો,

ચોરાસીનો રાહ ચૂકાવી, અખંડ ધામ ઓળખાયો.

પંથ હતા સો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,

દશમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેક સમાયો... સતગુરુ૦

અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો અહિ જાયો,

જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો... સતગુરુ૦

જપ તપ તીરથ જોગ ધરતાં, સળંગ સેરડો પાયો.

ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર આયો... સતગુરુ૦

અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા મેં સાધ કહાયો,

નહિ ભાણા હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો.

સતગુરુ મળિયા સ્હેજમાં.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991