તે જગમાં જીત્યો સહી

te jagmaan jiityo sahii

શામળ શામળ
તે જગમાં જીત્યો સહી
શામળ

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે,

આવી નમાવે શીશ, દંડવત્ કોડે કીજે,

આપણ ઘાસે દામ, કામ મહોરોનું કરીએ,

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ,

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 110)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964