આ નામે ‘વિષ્ણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ’ તથા કૃષ્ણમહિમાનાં અને અન્ય પદો મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો નથી. આ પદો અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.