નાનીબાઈ

મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. ઈ.૧૭૨૮માં હયાત.

  • favroite
  • share

નાનીબાઈનો પરિચય

મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. ઈ.૧૭૨૮માં હયાત. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરુવાર) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ પણ મળે છે.