મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ. સમય ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ. આ જ્ઞાનમાર્ગી સંતકવિ અખાજીના નજીકના પુરોગામી હતા. ‘હસ્તામલક’ કે ‘શિવગીતા’ એમની સૌથી દીર્ઘ, ૫૦૧ કડીની, રચના છે. પરંતુ તેમની સર્વ શ્રેષ્ઠ રચના ‘જ્ઞાન-ગીતા’ છે. જેમાં જ્ઞાન-વિચારની પૂર્ણ પરિપક્વતા રહેલી છે. તેમની રચનાઓમાં કેટલાંક પદો પણ છે. ‘હરિલીલામૃત’ જેવી અન્ય દીર્ઘ રચનાઓ પણ તેમણે કરી છે. ‘કક્કો’, ‘માસ’ વગેરે તેમની લઘુરચનાઓ છે. તો વૈષ્ણવી ભક્તિને વ્યક્ત કરતાં કીર્તનો પણ તેમણે રચ્યાં છે. જેમાં અધ્યાત્મજ્ઞાન તથા ભક્તિનો સમન્વય થયેલો છે.