આ ભક્તકવિને નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’ ૧૯ કડીની માતાજીવિષયક ગરબી( પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા તથા ૩ પદ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.