રૂપાંબાઈ

વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી

  • favroite
  • share
  • 17મી સદી ઉત્તરાર્ધ-18મી સદી પૂર્વાર્ધ
  • પ્રાંતિજ

રૂપાંબાઈનો પરિચય

  • જન્મ -
    17મી સદી ઉત્તરાર્ધ
  • અવસાન -
    18મી સદી પૂર્વાર્ધ

વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. સમય ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધથી ૧૮મી સદી પૂર્વાર્ધ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિજનાં વતની. તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન, કેટલાંક ધોળ, ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ’, ૨ ગુજરાતી અષ્ટપદીની રચના કરી છે. ૧૩૪ પ્રસંગોના ‘નિત્યચરિત્ર’ની પણ તેમણે રચના કરી હોવાનું કહેવાય છે.